Gandhinagar / ગાંધીનગર

gandhinagarદસ વાગ્યામાં લંચ, ઓફીસમાં તાણે તંત, ખેલે પ્રપંચ
આઠ વાગતામાં ઊંઘી જતું, નિવૃત્તોની તાસીર સમું આ ગામ
સરકારી સેવાના નામે આખો દા’ડો સચિવાલયમાં મ્હાલે
કહેવા માટે કેપિટલ પણ નંબર બીજો આવે

સાત ઉભા ને સાત આડા એમ
રસ્તાઓ છે અહીના પહોળા પહોળા ઉચ્ચારો જેવા
લોલ દરવાજા, ચોંદખેડા, ગોંધીનગર, મેંહોણા
બસવાળા કાકાની આ બુમો કુતુહલ જગાવે
કહેવા માટે કેપિટલ પણ નંબર બીજો આવે

snapchat કરતા શીખી ગયેલો તરુણ જયારે ઈશ્વરને સંભારે
કહે કે બોસ્સ ચાલીને કેમ્પના હનુમાન જઈશ જો
મુંબઈ વાળા મામાના છોકરા જેવો cool dude બનાવે
કહેવા માટે કેપિટલ પણ નંબર બીજો આવે

છોકરાના પુણ્યના પ્રતાપે ઉપરવાળો એના બાપા સામે પ્રગટ થાયે
મુબારક હો promotion મળ્યું છે
ફક્ત છ મહિના અમદાવાદ રહી લે પછી મુંબઈ બદલી પાક્કી
જો ના પાડી છે તો નરકમાં જગ્યા પાક્કી

મરદનો બચ્ચો ઈ બાપો મોં કટાણું કરી કહે
“બકા આપણે દોઝખમાં રહી લેશું
પણ અમદાવાદમાં તો ના જ ફાવે”
કહેવા માટે કેપિટલ પણ નંબર બીજો આવે