Category: Story (page 2 of 2)

The perfect match – Part 2: ગ્યાનગંજ

અત્યાર સુધીની વાર્તા:

વાંચો The perfect match ભાગ 1 – તો તું જ બનાવી લે

લગ્ન કરવા આતુર અભિમન્યુ 99 છોકરીઓને રીજેક્ટ કરી ચુક્યો છે. 100મી છોકરી એની નાનપણની ફ્રેન્ડ અનુરાધા છે જે સત્તર વર્ષથી અમેરિકા હતી. જ્યારે તેઓ મળે છે એ મીટીંગ બંનેની ધારણા કરતા જુદો જ આકાર લે છે. મોડી રાતે અભિમન્યુ અનુરાધાને રસ્તા પર એકલી મુકીને આવી જાય છે. હવે વાંચો આગળ… Continue reading

The perfect match – Part 1: તો તું જ બનાવી લે

1.

અભિમન્યુ જરીવાલાએ છેલ્લી અડધી કલાકમાં લગભગ વીસમી વાર ઘડિયાળ સામે જોયું. ઓફિસથી નીકળવાને હજુ થોડી વાર હતી. જેમ જેમ કાંટો છની નજીક વધી રહ્યો હતો તેમ અભિની બેચેની પણ વધી રહી હતી. કંઈ કામ નહોતું થઇ રહ્યું તેનાથી. મનના ઉચાટના તરંગોથી આસપાસની હવામાં પણ ટેન્શન ફેલાઈ ગયું હતું. જે ડાબી અને જમણી તરફના ક્યુબીકલમાં બેઠેલા આરતી અને અનુરાગ પણ અનુભવી શકતા હતા. જો કે તેઓ માટે આ પરિસ્થિતિ સાવ નવી તો નહોતી પણ ઘણા વખત પછી આજે ફરી આવું બની રહ્યું હતું Continue reading

ફૂંફાડો

“The Mumbai monsoon is like a Stanley Kubrick movie. I could watch it all day, but I’d hate to be caught in it.” – Rohan Joshi

મૂળ વાર્તા:

એક ગામમાં એક સાપનો ભયંકર ખોફ ફેલાયો હતો. સીમમાંથી આવતા જતા માણસોને તે કરડતો. નાના મોટા દરેક ફક્ત તેના ફુંફાડાના અવાજથી પણ ડરી જતા. એક વખત એક સાધુ મહારાજ તે ગામમાં થી પસાર થતા હતા, તેમને ગામ વાસીઓએ ચેતવ્યા કે સીમમાંથી જતા સંભાળજો. એક કાળા નાગે છેલ્લા કેટલાક સમયથી કાળો કેર વર્તાવ્યો છે. સાધુએ નક્કી કર્યું કે આ સાપને સમજાવવો. તે સીમમાંથી પસાર થયા અને સાપ સામો આવ્યો. સાપે ફેણ ચડાવીને ફુંફાડા મારવા શરુ કર્યા. સાધુએ એને પૂછ્યું કે તું આમ બધાને કરડે તેમાં તારો શું ફાયદો? તું બીજા સાથે જેવું વર્તન કરીશ એવું જ લોકો તારી સાથે વર્તશે. સાધુ યોગમાં ખુબ ઊંડા ઉતરેલા હતા. એમની વાત સાપને ગળે ઉતરી ગઈ અને તેણે હવેથી કોઈને ડંખ ન મારવો એમ વચન લીધુ. Continue reading

પહેલી મુલાકાત

This article was written during a writing workshop where I had to choose a topic from these 2 –

  1. Mari priyajan saathe paheli mulakat
  2. Jivan no ramuji prasang

I chose to cross them both.


કોલેજના પહેલા જ સેમેસ્ટરના પહેલા જ અઠવાડિયામાં અપ્લાય્ડ કેમિસ્ટ્રીનો ક્લાસ બંક કરીને હું Starbucks માં બેઠો, મોંઘી કડક કોફીની ચુસ્કીઓ લઇ રહ્યો હતો. મારા જીવનની “કેમિસ્ટ્રી” આજની સાંજ નક્કી કરવાની હતી. Ray-ban ના aviators, Gucci નું perfume, Armani ની ઘડિયાળ, Tommy નું shirt, Levi’s નું jeans અને Puma ના shoes – લિન્કિંગ રોડ પરથી લીધેલી આ બધી જ “branded” વસ્તુઓ પાછળ પુરા દોઢ મહિનાના pocket money ખર્ચી કાઢ્યા બાદ આજની આ ડેટ માટે રજત પાસે ઉધારી કરી હતી. Continue reading

Newer posts

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑