Category: Story (page 1 of 2)

Udaan part 5: અકુલ દોરીયાર બુઝી કુલ નાહી રે

અત્યાર સુધીની વાર્તા:

ઓગણીસ વર્ષની કાચી ઉમરમાં પિતાનું મૃત્યુ, માતાનું ડીપ્રેશન, કુટુંબીઓના મ્હેણાં-ટોણા, પરીક્ષામાં નાપાસ અને પ્રેમમાં નિષ્ફળતા જેવી અનેક પ્રતિકુળતાઓ જોઈ ચુકેલી નમ્રતાને ઘર અને શહેર છોડીને ક્યાંક દુર પહાડોમાં ચાલ્યા જવાનું મન થયા કરતુ. તેની આ મહેચ્છા પૂરી કરવામાં તેને મદદરૂપ થાય છે રોહન – તેને tinder પર મળેલો મુંબઈનો છોકરો. ફરતાં ફરતાં તેઓ હિમાલયના એક સાવ નાના ગામડામાં આવી પહોચે છે જે નમ્રતાએ કલ્પનામાં જોયેલું બિલકુલ એવું જ છે. રાતના તાપણા પાસે બેસીને વાતો કરતી વખતે નમ્રતા ભાંગી પડે છે અને તેની આપવીતી સંભળાવવાનું શરુ કરે છે, જે સાંભળીને રોહનને તેના અપહરણ વિષે જાણ થાય છે. હવે આગળ … Continue reading

છેલ્લી ઘડીએ વાર્તા લખવાની જહેમત

નોંધ: વાર્તા રે વાર્તાની વાર્તાલેખન શિબિર 11 માટે રાજુ પટેલે મને આપેલા વિષય, “છેલ્લી ઘડીએ વાર્તા લખવાની જહેમત” ઉપર હું લખવા બેઠો ત્યારે મને એકની બદલે ત્રણ અલગ વિચારો આવ્યા. મેં ત્રણેયને એક તાંતણે પરોવવાની કોશિશ કરી છે.

એ સાંજથી જ કાંઈક અમંગળ થવાના સંકેત મને મળી રહ્યા હતા. રાજુનું આમ એકાએક મળવા આવવું, જેને ભૂતકાળ માની ચુક્યો હતો એવા એક જુના દરદનું પાછા આવવું, દૂધનું ઉભરાઈ જવું અને બારીની બહાર કયાંક દૂરથી આવતો રડતા શિયાળવાંનો અવાજ. મારે ત્યારે જ સમજી જવું જોઈતું હતું જ્યારે રાજુએ છેલ્લી ઘડીએ પેલો બોમ્બ ફોડ્યો. પરંતુ આવા દોડાડોદના સમયમાં બની રહેલી ઘટનાઓ તમારા મગજમાં એટલો ઘોંઘાટ કરી મુકે છે કે પેલી શરમાળ અંત:સ્ફૂરણાનો અવાજ દબાઈ જાય છે. રાજુએ કરેલી વાત મુજબ હવે કંઈ પણ કરીને કાલ સવાર સુધીમાં પૂર્ણ વાર્તા બનાવવી જ રહી. Continue reading

Udaan Part 4: બંધન

અત્યાર સુધીની વાર્તા

ઓગણીસ વર્ષની કાચી ઉમરમાં પિતાનું મૃત્યુ, માતાનું ડીપ્રેશન, કુટુંબીઓના મ્હેણાં-ટોણા, પરીક્ષામાં નાપાસ અને પ્રેમમાં નિષ્ફળતા જેવી અનેક પ્રતિકુળતાઓ જોઈ ચુકેલી નમ્રતાને ઘર અને શહેર છોડીને ક્યાંક દુર પહાડોમાં ચાલ્યા જવાનું મન થયા કરતુ. તેની આ મહેચ્છા પૂરી કરવામાં તેને મદદરૂપ થાય છે રોહન – તેને tinder પર મળેલો મુંબઈનો છોકરો. ફક્ત એક નાનકડી મુલાકાત અને એક મહિનામાં ચેટીંગથી થયેલી જાણપિછાણ બાદ બંને દિલ્હીમાં મળે છે અને રાતની બસ પકડીને હિમાલય તરફનો પ્રવાસ શરુ કરે છે. બસમાં તેમને એક નાનકડો છોકરો મળે છે જે એમને પોતાના ગામ લઇ જાય છે. હવે આગળ… Continue reading

Surat Bandra Intercity – Part 1

રોજની જેમ જ એ દિવસે પણ સુરત-બાન્દ્રા ઇન્ટરસીટી બરાબર સાંજના ચાર વાગ્યાના નિર્ધારિત સમયે સુરત સ્ટેશનથી નીકળી હતી. ધર્મેશ શાહ અને કરસન કાકા પેન્ટ્રી ની બાજુના એસી ચેરકાર વાળા ડબ્બામાં ગોઠવાઈ ગયા હતા. આ ટ્રેન બોરીવલી પહોચે ત્યાં સુધીના ચાર કલાક ધર્મેશ માટે જિંદગીનો સૌથી બોરિંગ સમય હતો. કરસન કાકા ગાડી ઉપડતા ભેગ પેન્ટ્રી માંથી જે આવે તે દાબીને ખાતા અને નવસારી આવે ત્યાં સુધીમાં તો ઘોરવા લાગતા. જો તેમને ભાવતું ખાવાનું હોય તો પેટની શરમ રાખ્યા વિના ઠુંસતા અને પછી આખો રસ્તો એસીની હવા બગાડતા. આમ છતાં જાગતા કરસન કાકા કરતા સુતેલા કરસન કાકા લાખ ગણા સારા. Continue reading

Udaan Part 3 – સોનાપાની

એક મહિના પછી…

ન્યુ દિલ્હી રેલ્વે સ્ટેશનની બહાર બપોરના બાર વાગ્યાની આસપાસ એક ટૂંકા કાંટાળા વાળ, વધેલી છતાં વ્યવસ્થિત રાખેલી કાળી કાળી દાઢી વાળો, બાવડાં દેખાય એવું ચપોચપ ટી-શર્ટ પહેરેલો એક હટ્ટોકટ્ટો જુવાન બીજા એક જુવાન, લગભગ એની જ ઉમરના છતાં ગરીબડા લાગતા સાઇકલ રીક્ષા વાળાને પીટી રહ્યો હતો. સાવ ક્ષુલ્લક વાતમાંથી શરુ થયેલો ઝઘડો જોતજોતામાં હાથાપાઈનું રૂપ લઇ ચુક્યો હતો. થયું એવું કે તગડા જુવાનની હરિયાણા નંબરપ્લેટ ધરાવતી મોંઘીદાટ અને નવીનકોર – જેની હજુ રીબીન પણ નહોતી ખોલી – એવી ગાડી સાથે સાઈકલ રીક્ષા વાળો ઘસાયો અને ગાડી પર નાનોસરખો ઉઝરડો પડી ગયો. અને રીક્ષા વાળનું આવી બન્યું. Continue reading

બે કોલંબસ

એક વાંદાઓથી ભરેલી ઓરડીમાં મારે એક રાત પુરતું સુવાનું થયું હતું. મારા સામાનમાં કે પથારીમાં વાંદા ચડી જશે એ બીકે મને માંડ માંડ ઊંઘ આવી અને સવારે ઉઠીને સૌથી પહેલો વિચાર પણ એ જ આવ્યો કે લાવ જોઈ લઉં ક્યાંક સાચ્ચે જ બેગમાં વાંદા ઘુસી તો નથી ગયા ને. અને ત્યારબાદ જે વિચાર આવ્યો એનું પરિણામ આ વાર્તા છે.


દર્શન પટેલ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર ન્યુ યોર્કની ફ્લાઈટની રાહ જોતો બેઠો હતો.

તારકોન તિલચટ્ટા તેના વહાલાં પરિવારજનોને છોડીને એક લાંબી, અનિશ્ચિત મુસાફરી પર  જઇ રહ્યો હતો. કદાચ હંમેશને માટે. Continue reading

Udaan Part 2: એક ભેદી ચહેરો

કલકત્તાના જુના વિસ્તારમાં આવેલા લાલ ઈંટના જૂનાપુરાણા મકાનની દીવાલમાંથી એક ઝાડ ઉગી નીકળ્યું હતું. શહેરની અનેક વિચિત્રતાઓમાનું એક એવું આ દ્રશ્ય નમ્રતાની બારીમાંથી દેખાતું હતું. દીવાલ ફાડીને ઉગી નીકળેલા આ ઝાડને નમ્રતા જ્યારે જોતી ત્યારે તેની અંદર એક હલચલ થતી. તેને આ ઝાડનું આમ ઉગી નીકળવું પોતાના જીવનની પરિસ્થિતિ જેવું જ લાગતું. જુનવાણી માળખાને તોડીફોડીને નવું જીવન ખીલી રહ્યું હતું. કોઈ એને રોકવા ઈચ્છે તો પણ એ નહિ રોકાય. જે તરફ ખુલ્લી હવા મળે, જ્યાંથી પ્રકાશ દેખાય, ત્યાં એ ફંટાઈ જવાનું. એમ કરતા જો મૂળભૂત મકાનને નુકસાન થાય તો ભલે થતું પણ નવી દિશામાં વહેતા આ જીવનના અસ્ખલિત પ્રવાહને બંધનમાં તો ન જ રાખી શકાય.
Continue reading

Udaan – Part 1 : It’s a match!

હુગલી નદી આજે ખુબ સોહામણી લાગી રહી હતી. આથમતા સુરજની છેલ્લી છેલ્લી લાલિમા જ્યારે કાળા પાણી પર પડતી હતી ત્યારે માની લો જાણે લાલ જીવ્હા કાઢીને સાક્ષાત મહાકાલી માતા અવતર્યા હોય. નાવિકો છેલ્લી ખેપ કરીને પાછા ફરી રહ્યા હતા. કિનારા પરના બગીચાઓમાં બંગાળી બાબુઓ રવીન્દ્ર સંગીતનો આનંદ લેતા લટાર મારી રહ્યા હતા. ઘાટ પર સંધ્યા આરતી થઇ રહી હતી. બહાર એસ્પ્લેનેડ થી લઈને પાર્ક સ્ટ્રીટ સુધીના વિસ્તારમાં આવેલી સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પીળી હળદર જેવી ટેક્સી પકડીને શહેરના બીજા છેડે આવેલા તેમના ઘરોમાં જવા નીકળી ચુક્યા હતા. દિવસભર ફૂટપાથ પર પણ ચાલવાની જગ્યા ન મળે એવા આ વિસ્તારમાં સાંજે રસ્તા પર ક્રિકેટ રમી શકાય એવો ખાલી થઇ જતો. Continue reading

The perfect match – part 4: ચદરિયા ઝીની રે ઝીની

અત્યાર સુધીની વાર્તા

PART 1 : તો તું જ બનાવી લે, PART 2: ગ્યાનગંજ, PART 3: મુંદરી

લગ્ન માટે નવ્વાણું કન્યાઓને ના પાડી ચુકેલા અભિમન્યુને જ્યારે 100મી કન્યા અનુરાધા – જે  એની નાનપણની મિત્ર છે – ના પાડે છે ત્યારે એનો અહમ ઘવાઈ જાય છે. ગુસ્સામાં એ રાતના બાઈક લઈને હાઇવે પર નીકળે છે જ્યાં એને એક બાબાજી ગ્યાનગંજ નામની રહસ્યમય જગ્યાએ  લઇ જવાની લાલચ આપે છે- કે જ્યાં પ્રખર યોગીઓ એને “મેઈડ ટુ ઓર્ડર” છોકરી બનાવી શકે છે.

ચિલ્લમના કેફમાં અભિમન્યુ ગ્યાનગંજ પહોચે છે જ્યાં એને નારદ નામનો વૈજ્ઞાનિક મળે છે. નારદ તેની બાઈકના બદલામાં એક કૃત્રિમ છોકરી તૈયાર કરી આપે છે પણ આ છોકરી અનુરાધા જેવી દેખાય છે. લગ્નનો પ્રસ્તાવ મુકતા તે ભાગી જાય છે અને નારદ પોલીસને અભિમન્યુની ખોટી ફરિયાદ કરી દે છે. પોલીસ તેને એક પુલ પરથી નીચે ફેકી દે છે.

હવે વાંચો આગળ… Continue reading

The Perfect Match – Part 3: મુંદરી

અત્યાર સુધીની વાર્તા:

વાંચો The perfect match ભાગ 1 – તો તું જ બનાવી લે, ભાગ 2 – ગ્યાનગંજ

લગ્નેચ્છુક ઉમેદવાર અભિમન્યુ જરીવાલા નવ્વાણું છોકરીઓને ના પાડી ચુક્યો છે. 100મી છોકરી એની નાનપણની મિત્ર, US રીટર્ન અનુરાધા રંજન એને રીજેક્ટ કરે છે. અહમ ઘવાયેલો અભિમન્યુ રાતના સમયે અધવચ્ચે અનુરાધાને છોડીને ઘરે આવી જાય છે. ઘરે પપ્પા એને વઢી નાખે છે. ધૂંધવાયેલી મનોસ્થિતિમાં અભિમન્યુ બાઈક લઈને હાઇવે પર નીકળી પડે છે. એક ઢાબા પર તેને મળે છે એક ફિલ્મી પ્રકારના “બાબાજી” જે એને ગ્યાનગંજ નામની રહસ્યમય જગ્યાએ લઇ જવાનો દાવો કરે છે. હવે વાંચો આગળ… Continue reading

Older posts

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑