Category: Books

ધ્રુવ ભટ્ટની આગામી નવલકથા “ના”નાં પહેલા પ્રકરણ વિષે એક નોંધ

નવલકથાનું પહેલું પ્રકરણ અક્ષરનાદ પર વાંચી શકાશે.

  1. ધ્રુવ દાદાએ સાય-ફાયની સાવ નવી જ જોન્રેમાં ખેડાણ કર્યું એ અત્યંય હરખની વાત. તેમની ટ્રેડમાર્ક સહજતા આ જોન્રેમાં પણ બરકરાર છે !
  2. અંગ્રેજીમાં કલાયમેટ ચેન્જ, રોબોટિક માણસો વાળી ફ્યુચરીસ્ટીક પૃથ્વી વાળી અસંખ્ય વાર્તાઓ, નવલકથાઓ, શોર્ટ ફિલ્મ્સ, ફિલ્મ્સ અને ટી.વી. સીરીઝ આવી ચુકી છે. ડોમની કલ્પના પણ બે – ત્રણ જગ્યાએ જોયેલી / વાંચેલી છે. છતાં અહી ધ્રુવ દાદાની આગવી દ્રષ્ટિ વડે કંઇક નવું અને પ્રગલ્ભ સત્ય ઉજાગર થશે એવી ખાતરી છે.
  3. ઉપરાંત પ્રથમ હરોળના સાહિત્યકાર જ્યારે આવું પ્રયોગાત્મક લખે તો એ આવકાર્ય પગલું.

Continue reading

છલનાયક – નીલેશ રૂપાપરા

ખલનાયક સાથે શબ્દરમત કરીને બનાવેલું શીર્ષક છલનાયક. ચબરાકિયાં નામવાળી નવલકથા વાંચવામાં એક જોખમ ખરું; રખે પુસ્તકની સામગ્રી પણ માત્ર સ્માર્ટ, રમતિયાળ હોય અને ઊંડાણનો સદંતર અભાવ હોય તો છેતરાયાનો ભાવ આવ્યા વિના ન રહે. માત્ર ‘પલ્પ’ લખવામાં કે વાંચવામાં કંઈ ખોટું નથી પણ જયારે જિંદગીમાં માત્ર બસ્સો – ત્રણસો પુસ્તકો જ વાંચી શકાય એમ હોય ત્યારે મારી પહેલી પસંદગી એ તરફ નહિ ઢળે. એટલે જ જયારે આ કથા છાપાંમાં હપ્તાવાર આવતી ત્યારે મેં નહોતી વાંચી. પરંતુ નીલેશને મળ્યા પછી અને તેમની વાર્તાકળા વિશેની ઊંડી સમજ વિષે જાણીને મેં આ જોખમ લઈ જ નાખ્યું. Continue reading

સમયદ્વીપ – ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માએ તેમની નવલકથા સમયદ્વીપના નાયક નીલકંઠને એક એવા એકલાઅટૂલા દ્વીપ પર લઇ જઈને મૂકી દીધો છે કે એક વાચક તરીકે હું મારો કાંઠો છોડીને એ દ્વીપ સુધી પહોંચી જ ન શક્યો Continue reading

નોર્થ પોલ – જીતેશ દોંગા (ઈ-બુક)

નોંધ: તાજેતરમાં એક યુવા ગુજરાતી લેખક જીતેશ દોંગાએ એની નવલકથા મફતમાં ઈ-બુક તરીકે આપી દીધી કે જેથી તેનો વાચક વર્ગ વધે. મારી તેની સાથે છેલ્લે વાત થઇ ત્યારે એક અઠવાડિયાની અંદર અંદર પાંચ હજાર ડાઉનલોડ થઇ હતી અને એ ઉપરાંત પણ અનેક લોકો વ્હોટ્સએપ પર શેર કરી રહ્યા હતા. આ પગલું સારું-ખરાબ, સાચું-ખોટું કે કેવું છે એ તો સમય જ કહેશે પણ એ નોંધનીય ચોક્કસ છે અને એટલે જ મેં આ લખ્યું છે. તમે ચાહો તો એની ઈ-બુક એની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો (એટ યોર ઓવ્ન રિસ્ક!)

Continue reading

ટાગોરની ‘ઘરે બાહિરે’ – અનુવાદક: નગીનદાસ પારેખ

સારા સાહિત્યનું એક ખાસ લક્ષણ છે કે એ તમારા મોમાં આંગળાં નાખીને પ્રતિક્રિયા કઢાવી જાય. એમાય લેખક જ્યારે ટાગોર હોય ત્યારે તો ખાસ. આટલા મોટા ગજાના સાહિત્યકારને આ પહેલા મેં કદી નથી વાંચ્યા અને એટલે જ પુસ્તક શરુ કરતી વખતે મને એક જાતનું અભિમાન આવી ગયું હતું. ઉપરાંત એક આછો ભય પણ હતો કે ક્યાંક એમનું લખાણ અતિ ગંભીર અને શુષ્ક તો નહિ હોય ને? જો કે મારો ભય પ્રસ્તાવના પછી અને પહેલું પ્રકરણ શરુ થવાની વચ્ચે એક પાનું આવે છે એ વાંચતા જ ઓસરી ગયો. આ પાના ધારાઓના પ્રતિનિધિ છે એવું કદાચ અનુવાદક ચીંધવા માંગે છે. એ શેના વિષે છે એ કહું તે પહેલા પુસ્તક શેના વિષે છે એ —

Continue reading

બે પ્રથમ વાર્તાસંગ્રહ ભાગ ૨ – મહોતું (રામ મોરી)

આ પુસ્તક વાંચતી વખતે એક સમય એવો આવ્યો (બળતરા વાર્તા વાંચ્યા પછી) કે જ્યારે વાર્તાનું સત્ય મારી માટે અસહ્ય થઇ પડ્યું. અને ખાસ તો એટલા માટે કે મને ખબર હતી કે આ માત્ર વાર્તાનું સત્ય નથી પણ વાસ્તવની ખુબ નજીકની વાત છે. મેં રામને તરત મેસેજ કર્યો કે ભાઈ શું બાકીની વાર્તાઓ પણ આવી જ છે તો હું વાંચું જ નહિ. બલ્કે મારાથી વાંચી શકાશે જ નહિ. ખેર, પછી તો રામે મને સાંત્વના આપી અને બાંહેધરી પણ આપી કે બાકીની વાર્તાઓ આટલી નિર્મમ નથી. છતાંય ચૌદમાંથી બે કે ત્રણ સિવાય બધી જ કઠોર તો છે જ. દરેક વાર્તા ચાલુ કરવા પહેલા મને એક જાતની બીક લાગતી કે આ વાર્તા ક્યાંક એટલી બધી હચમચાવી ન જાય કે એમાંથી બહાર ન નીકળી શકાય. દરેક વાર્તા ચાલુ કરતા પહેલા જંગ પર જતો હોઉં કે લાગણીઓનું મેરેથોન ભાગવાનું હોય એવું લાગતું તોયે મન મક્કમ કરીને મેં એ વાંચી. અને ભલે ઉદાસ થયો હોઉં પણ નિરાશ નથી થયો.

Continue reading

બે પ્રથમ વાર્તાસંગ્રહ ભાગ ૧ – ડિવોર્સ @ લવ ડોટ કોમ (કિશોર પટેલ)

વાત કરવી છે બે વાર્તાસંગ્રહ વિશે. એક કિશોર પટેલનો ‘ડિવોર્સ @ લવ ડોટ કોમ’ અને બીજો રામ મોરીનો ‘મહોતું’. બંનેમાં ચૌદ ચૌદ વાર્તાઓ છે. બંનેમાં અમુક ગ્રામ્ય અને અમુક શહેરી વાતાવરણમાં આકાર લેતી વાર્તાઓ છે. તમે મોટેભાગે કોઈ લેખકની વાર્તા દ્વારા એમનો પરિચય કેળવતા હો પણ આ બે લેખકોને હું ‘વાર્તા રે વાર્તા’ થકી પહેલાં મળ્યો અને પછી એમની વાર્તાઓ વાંચી. બસ આ સિવાય બંને પુસ્તકોમાં કોઈ સામ્ય નથી.

Continue reading

ધીરુબેન પટેલની આગંતુક

“ભરી મહેફિલમાં બહારના અંધકારમાંથી એક બારીએથી એક પંખી આવ્યું અને બીજી બારીએથી ઊડી ગયું. બસ એટલા સમયની આ વાત છે”

આઠ – દસ વર્ષ કે એથી પણ વધુ સમય પહેલાં જોયેલા એક નાટકની આ ટેગલાઇન હજુ પણ યાદ છે. ઇમેજ પ્રકાશને ધીરુબેન પટેલની નવલકથા ‘આગંતુક’ નાં વિમોચન માટે ખાસ આ નાટક રજુ કર્યું હતુ અને ભાઈદાસ ખાતે મફત પ્રયોગ રાખ્યો હતો. પ્રોટેગોનિસ્ટ ઈશાનનાં પાત્રમાં ચિરાગ વોરાનો સબળ અભિનય અને ટેગલાઇન આ બે હંમેશ માટે મારી સાથે રહી ગયા. અન્ય કલાકર કે દિગ્દર્શક કોણ હતુ એ યાદ નથી. એ નાટકના બીજા પ્રયોગો થયા કે નહીં એ પણ ખ્યાલ નથી. પરંતુ આ નાટકને લીધે ધીરુબેન પટેલ નામનાં કોઈ એક લેખિકા છે એટલી ખબર પડી હતી. તેમણે નાટક પહેલાંના ભાષણમાં કહ્યુ કે તેઓ નાનપણમાં રોજનું એક પુસ્તક વાંચી કાઢતા. તેમની વાતો અને આગંતુક જોયાની અસર… અભિભૂત થઈ ગયો હતો હું!

Continue reading

મેં ન હન્યતે વાંચી ત્યારે / When I read ‘N Hanyate’ (It does not die)!

મેં છેલ્લા દસ વર્ષમાં માત્ર પચાસેક પુસ્તકો વાંચ્યા છે. એટલે કે વર્ષનાં સરેરાશ પાંચ પુસ્તકો. જો આ જ દરે વાંચું તો અને એંશી વર્ષનું જીવન મળે તો પણ બસ્સો અઢીસોથી વધારે પુસ્તકો વાંચવા નહીં પામું. આ વિચારને લઇને નક્કી કર્યું કે હવેથી એવું જ વાંચવું કે જે સમયની કસોટીમાં ખરું ઉતર્યું હોય, જેની શ્રેષ્ઠમાં ગણના થતી હોય, જે અમુક વિશ્વસનીય લોકોએ ખાસ વાંચવા કહ્યુ હોય.

Continue reading

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑