Category: Articles (page 1 of 6)

જન્મ, મૃત્યુ અને વેળાસ [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

  • નોંધ ૧: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.
  • નોંધ ૨: આ લેખ આર્ષ સામયિકના મે ૨૦૧૭ના અંકમાં પ્રકાશિત થયો છે.

વેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામ્યું છે. શહેરની રોજીંદી જીંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યા જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય. પણ દર વખતે ત્યાં જવાનું શક્ય ન થાય. આ વખતે તો નક્કી જ કર્યું’તું કે જાવું જ છે ચાહે કુછ હો જાયે. અગાઉ બે વાર હું આ જગ્યાએ જઈ આવ્યો છું અને બંને વખતે થયેલા અનુભવોએ મને લખવા માટે મજબુર કર્યો છે. (અંગ્રેજી લેખ અહી વાંચી શકાશે અને ગુજરાતી અહી). એક જ જગ્યાએ ત્રીજી વખત જઈને આવ્યા પછી પણ લખી શકાય અને લખવું જ પડશે એવું મેં નહોતું ધાર્યું. એવું શું હતું કે જેણે મને આ લખવા માટે ધકેલ્યો એ કહું એની પહેલા વેળાસ વિષે થોડું … Continue reading

ફોટોબ્લોગ: રામનાં લગ્નમાં લાખાવાડ [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

હું નાનો હતો ત્યારે દર ઉનાળે નાના-નાનીને ત્યાં ગાંધીનગર જતો. એક વખત મેં નાનાને પૂછેલું કે ગામડું એટલે શું? નાના મને જવાબ આપવાની બદલે સ્કુટર પર બેસાડીને રૂપલ, ચિલોડા, રાંધેજા, કોલાવાડા, અડાલજ જેવા આસપાસનાં ગામ જોવા લઇ ગયેલા. ત્યારે તો મને બાળસહજ સંતોષ થઇ ગયેલો. પણ ગામડાંઓ જોવાની એ એષણા એટલી ઊંડી હતી કે હજુ સુધી તે તૃપ્ત નથી થઇ. તેને લઈને જ હું મહારાષ્ટ્રમાં નાની નાની જગ્યાઓએ રઝળપાટ કરતો રહું છું. હિમાલયના વિવિધ પ્રદેશના ગામડાંઓ સુધી પણ એ જ બુભુક્ષા તાણી ગઈ છે. પરંતુ એક રંજ રહી ગયેલ કે ગુજરાતના ને એમાંય સૌરાષ્ટ્રના ગામ જોવાનું ક્યારેય બન્યું નહોતું. ગ્રામ્ય બોલીની વાર્તાઓ વાંચીને એ ઈચ્છા હજુ બળકટ બની હતી. એવામાં મિત્ર રામ મોરીનું તેના ગામમાં લગ્નનું તેડું આવ્યું. ખેર, તેના લગ્ન અમદાવાદમાં અન્ય ક્યાંક હોત તો પણ હું જતે જ પરંતુ આ તો છેટ તેના ગામ લાખાવાડમાં હતા, જે મારા માટે તેના લગ્નમાં જવાનું તેના લગ્નથી વધારે નહિ તો પણ તેટલું મોટું કારણ તો હતું જ. રામના આમંત્રણ બાદ મેં લાખાવાડ ગૂગલ મેપ્સમાં ગોત્યું તો મળ્યું નહિ, જેને લીધે મારી ત્યાં જવાની ઈચ્છા વધુ પ્રબળ બની. Continue reading

ફોટોબ્લોગ: ૨૦૧૭નું સ્વાગત સાંધન વેલીમાં [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

મૂળે મારો સ્વભાવ અંતર્મુખી. ઘણા બધા લોકો ભેગા થઈને એક ઘોંઘાટિયા અંધારા ઓરડામાં મોટા અવાજના સંગીત પર નાચીને કે દારૂ પીને છાકટા થઈને નવા વર્ષને વધાવે એ વિચાર જ મને ગળે ના ઉતરે એવો. એટલે એમ તો વર્ષ બદલાય તેની ઉજવણી કરવા‍‌‌‍ના વિચાર સાથે પણ હું ખાસ સહમત નહિ. કેમ કે સમયની ગણતરી આપણે આપણી સહુલીયત માટે ઈજાત કરી છે. વાસ્તવમાં વર્ષ બદલાવાથી કોઈ જ ફરક નથી પડતો. ખેર, એ વિચાર બાજુએ મૂકીને જોઈએ તો મઝા કરવી એમાં કઈ ખોટું નથી, બહાનું ચાહે કોઈપણ હો! જ્યારે તમારા બધા જ મિત્રો (એટ લીસ્ટ સોશિયલ મીડિયા પર) પાર્ટીમય ભાસતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તમને પણ “હું રહી ગયો” એમ થયા વગર ન રહે. આ સમસ્યાના તોડ તરીકે હું અને મારા જેવું વિચારતા કેટલાક મિત્રો છેલ્લા પાંચેક વર્ષથી નવા વરસ નિમિત્તે પ્રકૃતિની નજીકના કોઈ શાંત સ્થળે જઈએ છીએ. ગયા વરસ માટે એ સ્થળ હતું મહારાષ્ટ્રની ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાતી સાંધન વેલી. Continue reading

૨૦૧૭ – પ્રવાસનું સરવૈયું

છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી વર્ષાન્તે, આખા વરસમાં કરેલા પ્રવાસ વિષે લખવાની પરંપરાને આગળ ધપાવતાં, આ વર્ષે ૨૦૧૭ના પ્રવાસનું સરવૈયું થોડું જલ્દી લખીને પબ્લીશ કરું છું. તેમજ વરસના શેષ દિવસોમાં નીચેના પૈકી કેટલાક પ્રવાસો વિષે વધુ વિગતે, સ્વતંત્ર લેખ લખવાની ખેવના સેવું છું. Continue reading

છલનાયક – નીલેશ રૂપાપરા

ખલનાયક સાથે શબ્દરમત કરીને બનાવેલું શીર્ષક છલનાયક. ચબરાકિયાં નામવાળી નવલકથા વાંચવામાં એક જોખમ ખરું; રખે પુસ્તકની સામગ્રી પણ માત્ર સ્માર્ટ, રમતિયાળ હોય અને ઊંડાણનો સદંતર અભાવ હોય તો છેતરાયાનો ભાવ આવ્યા વિના ન રહે. માત્ર ‘પલ્પ’ લખવામાં કે વાંચવામાં કંઈ ખોટું નથી પણ જયારે જિંદગીમાં માત્ર બસ્સો – ત્રણસો પુસ્તકો જ વાંચી શકાય એમ હોય ત્યારે મારી પહેલી પસંદગી એ તરફ નહિ ઢળે. એટલે જ જયારે આ કથા છાપાંમાં હપ્તાવાર આવતી ત્યારે મેં નહોતી વાંચી. પરંતુ નીલેશને મળ્યા પછી અને તેમની વાર્તાકળા વિશેની ઊંડી સમજ વિષે જાણીને મેં આ જોખમ લઈ જ નાખ્યું. Continue reading

સમયદ્વીપ – ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માએ તેમની નવલકથા સમયદ્વીપના નાયક નીલકંઠને એક એવા એકલાઅટૂલા દ્વીપ પર લઇ જઈને મૂકી દીધો છે કે એક વાચક તરીકે હું મારો કાંઠો છોડીને એ દ્વીપ સુધી પહોંચી જ ન શક્યો Continue reading

ચાર પ્રવાસિકાઓ – ઓલ ઇન્ડિયા રેડિયો ૬

(આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થતા યુવવાણી કાર્યક્રમ અંતર્ગત મારું છઠ્ઠું પ્રવાસ વર્ણન જે ૨૧ મે, ૨૦૧૭ના રોજ પ્રસારિત થયું હતું)

પ્રવાસ કરવો અને પ્રવાસ વર્ણન લખવા એ મારું પ્રિય કામ છે. અને અહી આકાશવાણી પરથી એનું પઠન કરવામાં પણ મોજ પડે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી પ્રવાસ વર્ણનો લખ્યા બાદ મને એવું લાગી રહ્યું હતું કે તમારા આખા પ્રવાસ વિષે સળંગ વાત કરવામાં અમુક બારીક વાતો કે નાજુક – નમણી ક્ષણોને યોગ્ય ન્યાય નથી આપી શકાતો. મને થયું કે આવી નાની છતાં સુરેખ ઘટનાઓ વિષે અલગથી લખવું જોઈએ. ભલે એમાંથી આખું પ્રવાસ વર્ણન ન બને તો આ લઘુ પ્રવાસ વર્ણનો કે પેટા પ્રવાસ વર્ણનોનું મહત્વ કઈ ઓછું ન આંકી શકાય. જો પ્રવાસ વર્ણનને આપણે નવલકથા સાથે સરખાવીએ તો આ લઘુ પ્રવાસ વર્ણનોને ટૂંકી વાર્તા કે નવલિકા ગણી શકાય. આ નવી શૈલીને પ્રવાસિકા કહી શકાય. આજે હું આવી જ ચાર પ્રવાસીકાઓ લઈને આવ્યો છું. જેમાંની બે ઘરથી ખાસ દુર નથી — એટલે કે મુંબઈની આસપાસ કે મહારાષ્ટ્રમાં જ આકાર પામી છે જ્યારે અન્ય બે નાં સ્થળ ભારતના છેટ બીજા છેવાડે છે. Continue reading

નોર્થ પોલ – જીતેશ દોંગા (ઈ-બુક)

નોંધ: તાજેતરમાં એક યુવા ગુજરાતી લેખક જીતેશ દોંગાએ એની નવલકથા મફતમાં ઈ-બુક તરીકે આપી દીધી કે જેથી તેનો વાચક વર્ગ વધે. મારી તેની સાથે છેલ્લે વાત થઇ ત્યારે એક અઠવાડિયાની અંદર અંદર પાંચ હજાર ડાઉનલોડ થઇ હતી અને એ ઉપરાંત પણ અનેક લોકો વ્હોટ્સએપ પર શેર કરી રહ્યા હતા. આ પગલું સારું-ખરાબ, સાચું-ખોટું કે કેવું છે એ તો સમય જ કહેશે પણ એ નોંધનીય ચોક્કસ છે અને એટલે જ મેં આ લખ્યું છે. તમે ચાહો તો એની ઈ-બુક એની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને વાંચી શકો છો (એટ યોર ઓવ્ન રિસ્ક!)

Continue reading

ટાગોરની ‘ઘરે બાહિરે’ – અનુવાદક: નગીનદાસ પારેખ

સારા સાહિત્યનું એક ખાસ લક્ષણ છે કે એ તમારા મોમાં આંગળાં નાખીને પ્રતિક્રિયા કઢાવી જાય. એમાય લેખક જ્યારે ટાગોર હોય ત્યારે તો ખાસ. આટલા મોટા ગજાના સાહિત્યકારને આ પહેલા મેં કદી નથી વાંચ્યા અને એટલે જ પુસ્તક શરુ કરતી વખતે મને એક જાતનું અભિમાન આવી ગયું હતું. ઉપરાંત એક આછો ભય પણ હતો કે ક્યાંક એમનું લખાણ અતિ ગંભીર અને શુષ્ક તો નહિ હોય ને? જો કે મારો ભય પ્રસ્તાવના પછી અને પહેલું પ્રકરણ શરુ થવાની વચ્ચે એક પાનું આવે છે એ વાંચતા જ ઓસરી ગયો. આ પાના ધારાઓના પ્રતિનિધિ છે એવું કદાચ અનુવાદક ચીંધવા માંગે છે. એ શેના વિષે છે એ કહું તે પહેલા પુસ્તક શેના વિષે છે એ —

Continue reading

બે પ્રથમ વાર્તાસંગ્રહ ભાગ ૨ – મહોતું (રામ મોરી)

આ પુસ્તક વાંચતી વખતે એક સમય એવો આવ્યો (બળતરા વાર્તા વાંચ્યા પછી) કે જ્યારે વાર્તાનું સત્ય મારી માટે અસહ્ય થઇ પડ્યું. અને ખાસ તો એટલા માટે કે મને ખબર હતી કે આ માત્ર વાર્તાનું સત્ય નથી પણ વાસ્તવની ખુબ નજીકની વાત છે. મેં રામને તરત મેસેજ કર્યો કે ભાઈ શું બાકીની વાર્તાઓ પણ આવી જ છે તો હું વાંચું જ નહિ. બલ્કે મારાથી વાંચી શકાશે જ નહિ. ખેર, પછી તો રામે મને સાંત્વના આપી અને બાંહેધરી પણ આપી કે બાકીની વાર્તાઓ આટલી નિર્મમ નથી. છતાંય ચૌદમાંથી બે કે ત્રણ સિવાય બધી જ કઠોર તો છે જ. દરેક વાર્તા ચાલુ કરવા પહેલા મને એક જાતની બીક લાગતી કે આ વાર્તા ક્યાંક એટલી બધી હચમચાવી ન જાય કે એમાંથી બહાર ન નીકળી શકાય. દરેક વાર્તા ચાલુ કરતા પહેલા જંગ પર જતો હોઉં કે લાગણીઓનું મેરેથોન ભાગવાનું હોય એવું લાગતું તોયે મન મક્કમ કરીને મેં એ વાંચી. અને ભલે ઉદાસ થયો હોઉં પણ નિરાશ નથી થયો.

Continue reading

Older posts

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑