ધ્રુવ ભટ્ટની આગામી નવલકથા “ના”નાં પહેલા પ્રકરણ વિષે એક નોંધ

નવલકથાનું પહેલું પ્રકરણ અક્ષરનાદ પર વાંચી શકાશે.

  1. ધ્રુવ દાદાએ સાય-ફાયની સાવ નવી જ જોન્રેમાં ખેડાણ કર્યું એ અત્યંય હરખની વાત. તેમની ટ્રેડમાર્ક સહજતા આ જોન્રેમાં પણ બરકરાર છે !
  2. અંગ્રેજીમાં કલાયમેટ ચેન્જ, રોબોટિક માણસો વાળી ફ્યુચરીસ્ટીક પૃથ્વી વાળી અસંખ્ય વાર્તાઓ, નવલકથાઓ, શોર્ટ ફિલ્મ્સ, ફિલ્મ્સ અને ટી.વી. સીરીઝ આવી ચુકી છે. ડોમની કલ્પના પણ બે – ત્રણ જગ્યાએ જોયેલી / વાંચેલી છે. છતાં અહી ધ્રુવ દાદાની આગવી દ્રષ્ટિ વડે કંઇક નવું અને પ્રગલ્ભ સત્ય ઉજાગર થશે એવી ખાતરી છે.
  3. ઉપરાંત પ્રથમ હરોળના સાહિત્યકાર જ્યારે આવું પ્રયોગાત્મક લખે તો એ આવકાર્ય પગલું.

Continue reading

દુબઈ: ઘર એટલે …?

નોંધ : આકાશવાણી મુંબઈ કેન્દ્ર પરથી જાન્યુઆરી ૨૦૧૮માં  પ્રસ્તુત થયેલો આ નિબંધ ૨૦૧૭ના પ્રવાસના સરવૈયા હેઠળની છેલ્લી કડી છે. આ શ્રેણીના અન્ય લેખ અહી વાંચી શકાશે.

દ્રશ્ય ૧ –

સ્થળ: મુંબઈના અંધેરી સ્ટેશનની બહાર આવેલી સામાન્ય રેસ્ટોરાં.

સમય: વિરાર ફાસ્ટમાં દરવાજે લટકવા પણ ન મળે અને બેસવા મળી જાય એ બંનેની વચ્ચેનો.

યુવક નંબર ૧, એકલો રેસ્ટોરાંમાં તેનું ઓર્ડર કરેલું ભોજન આવે એની રાહ જોતો બેઠો છે. ભોજન આવે છે. મુંબઈમાં સામાન્ય રીતે હોય એવા ખુબ બફાટ, ગરમી, ઘોંઘાટ અને ભીડથી અલિપ્ત રહીને તે ભોજન માણે છે.

Continue reading

ફોટોબ્લોગ: સર્વોદય વિદ્યાલય, પીંડવળ [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

મુંબઈના એક અતિપ્રખ્યાત, સભા ગજવતા કવિએ મારા (અને તેમના પણ) મિત્ર સુનીલ મેવાડાને એક વખત કહેલું કે, તમારી પેઢીના છોકરા – છોકરીઓમાં કોઈ વસ્તુ માટેની ‘ઇન્ટેન્સીટી’ જ નથી, પછી એ કેરિયર હોય કે કળા. અરે તમે તો પ્રેમ પણ પુરતી ઇન્ટેન્સીટીથી નથી કરતા. મને આમ તો “તમારી પેઢી તો સાવ આવી…” કે “અમારા વખતમાં તો …” આ પ્રકારના વાક્યોની ભયંકર સૂગ છે. પરંતુ આ કવિની વાત સાથે હું આંશિકપણે સહમત થઇ ગયો હોત જો પીંડવળ જઈને મિહિર પાઠકને મળવાનું ન થાત … Continue reading

હિમાચલ : ભોષ, મનાલી, ભ્રીગુ [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

  • નોંધ ૧: આ લેખનો એક હિસ્સો (પ્રકરણ ૨) માનીતા અને માનવંતા સાહિત્યિક સામયિક સાર્થક જલસોના અંક ૯માં આવી ચુક્યો છે અને બાકીનો હિસ્સો ઓલ ઇન્ડિયા રેડિયો પરથી રજૂ થયો હતો.
  • નોંધ ૨: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

આરંભિક

majestic (adjective): beautiful, powerful, or causing great admiration and respect.

કેટલાક શબ્દો વાંચ્યા-સાંભળ્યા-વાતચીતમાં વાપર્યા હોવા છતાં અનુભવ્યા નથી હોતા. મારી માટે એમાંનો એક શબ્દ એટલે ‘મેજેસ્ટીક’, જે (કુદરતની) ભવ્યતા માટેનું વિશેષણ છે. તે દિવસે બપોરે આશરે બાર વાગે મેં (એટલે કે મારી અંદરના પ્રવાસીએ) આ શબ્દ અનુભવ્યો. Continue reading

જન્મ, મૃત્યુ અને વેળાસ [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

  • નોંધ ૧: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.
  • નોંધ ૨: આ લેખ આર્ષ સામયિકના મે ૨૦૧૭ના અંકમાં પ્રકાશિત થયો છે.

વેળાસ મહારાષ્ટ્રમાં દરિયાકાંઠે આવેલી એક એવી જગ્યા છે જે નેટવર્કના અભાવે બાકીના વિશ્વથી અલિપ્ત રહેવા પામ્યું છે. શહેરની રોજીંદી જીંદગીમાં એક પછી બીજા પછી ત્રીજા પછી ત્રણસોમાં ને ત્રણ કરોડમાં એમ નિરંતર ચાલ્યા જ કરતા કામના સમુદ્રમાં ગળાડૂબ હોઉં ને ત્યારે ક્યારેક વેળાસનો કિનારો દેખાઈ જાય અને ત્યાં જવાનું મન થઇ જાય. પણ દર વખતે ત્યાં જવાનું શક્ય ન થાય. આ વખતે તો નક્કી જ કર્યું’તું કે જાવું જ છે ચાહે કુછ હો જાયે. અગાઉ બે વાર હું આ જગ્યાએ જઈ આવ્યો છું અને બંને વખતે થયેલા અનુભવોએ મને લખવા માટે મજબુર કર્યો છે. (અંગ્રેજી લેખ અહી વાંચી શકાશે અને ગુજરાતી અહી). એક જ જગ્યાએ ત્રીજી વખત જઈને આવ્યા પછી પણ લખી શકાય અને લખવું જ પડશે એવું મેં નહોતું ધાર્યું. એવું શું હતું કે જેણે મને આ લખવા માટે ધકેલ્યો એ કહું એની પહેલા વેળાસ વિષે થોડું … Continue reading

ફોટોબ્લોગ: રામનાં લગ્નમાં લાખાવાડ [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

હું નાનો હતો ત્યારે દર ઉનાળે નાના-નાનીને ત્યાં ગાંધીનગર જતો. એક વખત મેં નાનાને પૂછેલું કે ગામડું એટલે શું? નાના મને જવાબ આપવાની બદલે સ્કુટર પર બેસાડીને રૂપલ, ચિલોડા, રાંધેજા, કોલાવાડા, અડાલજ જેવા આસપાસનાં ગામ જોવા લઇ ગયેલા. ત્યારે તો મને બાળસહજ સંતોષ થઇ ગયેલો. પણ ગામડાંઓ જોવાની એ એષણા એટલી ઊંડી હતી કે હજુ સુધી તે તૃપ્ત નથી થઇ. તેને લઈને જ હું મહારાષ્ટ્રમાં નાની નાની જગ્યાઓએ રઝળપાટ કરતો રહું છું. હિમાલયના વિવિધ પ્રદેશના ગામડાંઓ સુધી પણ એ જ બુભુક્ષા તાણી ગઈ છે. પરંતુ એક રંજ રહી ગયેલ કે ગુજરાતના ને એમાંય સૌરાષ્ટ્રના ગામ જોવાનું ક્યારેય બન્યું નહોતું. ગ્રામ્ય બોલીની વાર્તાઓ વાંચીને એ ઈચ્છા હજુ બળકટ બની હતી. એવામાં મિત્ર રામ મોરીનું તેના ગામમાં લગ્નનું તેડું આવ્યું. ખેર, તેના લગ્ન અમદાવાદમાં અન્ય ક્યાંક હોત તો પણ હું જતે જ પરંતુ આ તો છેટ તેના ગામ લાખાવાડમાં હતા, જે મારા માટે તેના લગ્નમાં જવાનું તેના લગ્નથી વધારે નહિ તો પણ તેટલું મોટું કારણ તો હતું જ. રામના આમંત્રણ બાદ મેં લાખાવાડ ગૂગલ મેપ્સમાં ગોત્યું તો મળ્યું નહિ, જેને લીધે મારી ત્યાં જવાની ઈચ્છા વધુ પ્રબળ બની. Continue reading

ફોટોબ્લોગ: ૨૦૧૭નું સ્વાગત સાંધન વેલીમાં [૨૦૧૭નું પ્રવાસનું સરવૈયું શ્રુંખલા હેઠળ]

નોંધ: ૨૦૧૭માં ખેડેલા પ્રવાસનું સરવૈયું હેઠળ લખાયેલ અન્ય લેખ અહી વાંચી શકાશે.

મૂળે મારો સ્વભાવ અંતર્મુખી. ઘણા બધા લોકો ભેગા થઈને એક ઘોંઘાટિયા અંધારા ઓરડામાં મોટા અવાજના સંગીત પર નાચીને કે દારૂ પીને છાકટા થઈને નવા વર્ષને વધાવે એ વિચાર જ મને ગળે ના ઉતરે એવો. એટલે એમ તો વર્ષ બદલાય તેની ઉજવણી કરવા‍‌‌‍ના વિચાર સાથે પણ હું ખાસ સહમત નહિ. કેમ કે સમયની ગણતરી આપણે આપણી સહુલીયત માટે ઈજાત કરી છે. વાસ્તવમાં વર્ષ બદલાવાથી કોઈ જ ફરક નથી પડતો. ખેર, એ વિચાર બાજુએ મૂકીને જોઈએ તો મઝા કરવી એમાં કઈ ખોટું નથી, બહાનું ચાહે કોઈપણ હો! જ્યારે તમારા બધા જ મિત્રો (એટ લીસ્ટ સોશિયલ મીડિયા પર) પાર્ટીમય ભાસતા હોય ત્યારે સ્વાભાવિક રીતે તમને પણ “હું રહી ગયો” એમ થયા વગર ન રહે. આ સમસ્યાના તોડ તરીકે હું અને મારા જેવું વિચારતા કેટલાક મિત્રો છેલ્લા પાંચેક વર્ષથી નવા વરસ નિમિત્તે પ્રકૃતિની નજીકના કોઈ શાંત સ્થળે જઈએ છીએ. ગયા વરસ માટે એ સ્થળ હતું મહારાષ્ટ્રની ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખાતી સાંધન વેલી. Continue reading

૨૦૧૭ – પ્રવાસનું સરવૈયું

છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી વર્ષાન્તે, આખા વરસમાં કરેલા પ્રવાસ વિષે લખવાની પરંપરાને આગળ ધપાવતાં, આ વર્ષે ૨૦૧૭ના પ્રવાસનું સરવૈયું થોડું જલ્દી લખીને પબ્લીશ કરું છું. તેમજ વરસના શેષ દિવસોમાં નીચેના પૈકી કેટલાક પ્રવાસો વિષે વધુ વિગતે, સ્વતંત્ર લેખ લખવાની ખેવના સેવું છું. Continue reading

છલનાયક – નીલેશ રૂપાપરા

ખલનાયક સાથે શબ્દરમત કરીને બનાવેલું શીર્ષક છલનાયક. ચબરાકિયાં નામવાળી નવલકથા વાંચવામાં એક જોખમ ખરું; રખે પુસ્તકની સામગ્રી પણ માત્ર સ્માર્ટ, રમતિયાળ હોય અને ઊંડાણનો સદંતર અભાવ હોય તો છેતરાયાનો ભાવ આવ્યા વિના ન રહે. માત્ર ‘પલ્પ’ લખવામાં કે વાંચવામાં કંઈ ખોટું નથી પણ જયારે જિંદગીમાં માત્ર બસ્સો – ત્રણસો પુસ્તકો જ વાંચી શકાય એમ હોય ત્યારે મારી પહેલી પસંદગી એ તરફ નહિ ઢળે. એટલે જ જયારે આ કથા છાપાંમાં હપ્તાવાર આવતી ત્યારે મેં નહોતી વાંચી. પરંતુ નીલેશને મળ્યા પછી અને તેમની વાર્તાકળા વિશેની ઊંડી સમજ વિષે જાણીને મેં આ જોખમ લઈ જ નાખ્યું. Continue reading

સમયદ્વીપ – ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માએ તેમની નવલકથા સમયદ્વીપના નાયક નીલકંઠને એક એવા એકલાઅટૂલા દ્વીપ પર લઇ જઈને મૂકી દીધો છે કે એક વાચક તરીકે હું મારો કાંઠો છોડીને એ દ્વીપ સુધી પહોંચી જ ન શક્યો Continue reading

« Older posts

© 2018 રઝળપાટ

Theme by Anders NorenUp ↑